અંકલેશ્વર GIDC ખાતે રાજપૂત સમાજ દ્વારા ગતરોજ દશેરા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે સમાજ દ્વારા સમી પૂજન અને શસ્ત્ર પૂજનનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.

સમૂહમાં શસ્ત્ર પૂજન બાદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૬ જેટલી મહિલાઓનું તલવારબાજીનું અદભુત પ્રદર્શન રહ્યું હતું, જેના દાવપેચ જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, સમાજના પ્રમુખ વિજયસિંહ અને મહિલા પ્રમુખ ડૉ. પ્રિયંકાબા મોરથાણા સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ હાજરી આપીને પરંપરાગત વિજયા દશમીની ઉજવણી કરી હતી.

