GUJARAT : અંકલેશ્વર: કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર ગાદી છોડ’ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ, ભાજપ પર વોટ ચોરીનો ગંભીર આરોપ

0
286
meetarticle

અંકલેશ્વરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે ‘વોટ ચોર ગાદી છોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસે સહી ઝુંબેશ યોજી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ ભુપેન્દ્ર જાની સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસે ભાજપ સરકાર પર વોટ ચોરીનો ગંભીર આરોપ મૂકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here