અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ બુટલેગરોની ધરપકડ કરી છે.
પ્રથમ કિસ્સામાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે લાંબા સમયથી ફરાર આરોપી સંજય રમેશ વસાવા (રહે. જુના બોરભાઠા બેટ) ને ઝડપી પાડ્યો છે. સંજય વસાવાએ નર્મદા નદી કિનારે રૂ. ૮૨,૪૦૦ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો, જે તે સમયે પોલીસ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો.

બીજો કિસ્સામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, પોલીસે નવા દિવા ગામના વિજય પ્રવીણ વસાવા (રહે. શામજી ફળિયું) ને પણ ઝડપી પાડ્યો છે. વિજય વસાવાએ પોતાના ઘર પાસે ઝૂંપડામાં રૂ. ૬૩,૦૦૦ થી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ૧૩ જુલાઈના રોજ પોલીસે દરોડો પાડી આ જથ્થો કબજે કર્યો હતો, પરંતુ વિજય તે સમયે ફરાર થઈ ગયો હતો.
અંકલેશ્વર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

