GUJARAT : અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબામાં ‘ઓલ્ડ વિલેજ’ થીમ અને ‘Quit Drugs Save Life’ નો સંદેશ

0
58
meetarticle

અંકલેશ્વરમાં આ વર્ષે ગાર્ડન સિટી ગરબાનું આયોજન ‘ઓલ્ડ વિલેજ’ થીમ સાથે કરવામાં આવ્યું છે. આ અનોખા ગરબા મહોત્સવમાં યુવાનોને પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજકોએ ‘Quit Drugs Save Life’ સૂત્ર સાથે યુવાનોમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો છે.
આ ગરબા મહોત્સવમાં 60થી વધુ કલાકારો જોડાશે. સારેગામાપા ફેમ મલ્હાર પંડ્યા અને કણબી સિસ્ટર્સ તેમના સુરીલા અવાજથી ગરબાની રમઝટ બોલાવશે. આ ઉપરાંત, ગુજરાતમાં પ્રથમ વખત ટેકનો ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


આ વખતે ટિકિટ માટે ઓનલાઇન ક્યુઆર કોડ સિસ્ટમ અને નેટવર્કની સમસ્યાથી બચવા માટે ફ્રી વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આયોજકોએ ભરૂચ, અંકલેશ્વર અને સુરતના ગરબા પ્રેમીઓને 11 દિવસ ચાલનારા આ મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આશા છે કે આ ગરબા મહોત્સવ એક યાદગાર અનુભવ બની રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here