અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં આવેલ કોવિડ સ્મશાન પાસે એક મહિલાએ ગતરોજ સવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર રહેલા સ્થાનિક નાવિકોની સતર્કતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

મહિલાએ બે વખત નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને નાવિકોએ સમયસર રોકી લીધો હતો. આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇમરજન્સી સેવા ૧૧૨ના કર્મચારીઓએ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ ‘જીવનથી કંટાળી’ આપઘાત કરવા આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ મહિલાના વાલી-વારસની શોધખોળ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
