GUJARAT : અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર ચાલતા કન્ટેનરનું ટાયર છૂટું પડ્યું: સ્થાનિકોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી

0
70
meetarticle

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની ભરચક પ્રતિન ચોકડી પર ગતરોજ એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ્ટ ખૂલી જતાં છૂટું પડી ગયું હતું, જોકે ત્યાં હાજર રહેલા સ્થાનિક નાગરિકોની સજાગતા અને હિંમતને કારણે એક મોટી જાનહાનિ થતાં માંડ માંડ ટળી હતી.


છૂટું પડેલું ટાયર રોડ પર અન્ય વાહનો અને રાહદારીઓ તરફ આગળ ધસી રહ્યું હતું. આ કટોકટીની ક્ષણે સ્થાનિક લોકોએ ત્વરિત કાર્યવાહી કરી અને કોઈ પણ ડર વગર ધસી રહેલા ટાયરને પકડી પાડ્યું હતું.
સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ નહીં, પણ ડ્રાઇવરને મદદ કરીને ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં પણ સહયોગ આપ્યો હતો. લોકોની સમયસૂચકતા અને માનવતાભરી મદદને કારણે કોઈ જાનહાનિ કે વાહન-વ્યવહારને નુકસાન થયું ન હતું. કન્ટેનરના ડ્રાઇવરે મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here