GUJARAT : અંકલેશ્વરમાં ONGC કોલોનીમાં 50 ફૂટ ઊંચા રાવણ સહિત મેઘનાથ-કુંભકર્ણના પૂતળાના દહન સાથે દશેરાની ભવ્ય ઉજવણી

0
66
meetarticle

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે અંકલેશ્વરની ONGC કોલોની ખાતે દર વર્ષની પરંપરા મુજબ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ૫૦ ફૂટ ઊંચા રાવણ સહિત મેઘનાથ અને કુંભકર્ણના વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.


છેલ્લા ૪૯ વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાવણ દહન દ્વારા અસત્ય પર સત્યની જીત અને અહંકારના ત્યાગનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ભવ્ય ઉજવણીમાં ONGC પરિવારના સભ્યો, ભાવિક ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશેરાના પર્વની ઉજવણી કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here