અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઈવે 48 પરથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે એક ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 17 ભેંસોને મુક્ત કરાવી છે.

પોલીસે ગુપ્ત બાતમીના આધારે નવજીવન હોટલ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકી હતી. ટ્રકની તપાસ કરતા તેમાંથી ભેંસો મળી આવી હતી અને આરોપીઓ પાસે પશુઓની હેરાફેરી માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા.
આરોપીઓ એઝાજ હુસૈન યાકુબ ધારીયા (રહે. કહાન, ભરૂચ) અને સકીલ યાકુબ ભગત (રહે. વલણ, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી હજુ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

