અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શાહીબાગમાં સ્થાનિક પોલીસતંત્રની રહેમનજરમાં તમામ પ્રકારના કાળા ધંધા ધમધમી રહ્યાં છે. શાહીબાગ પોલીસ સ્ટેશન હસ્તકના વિસ્તારમાં દારૂ-જુગાર અને સ્પાના નામે દેહવ્યાપારની બદી એટલી વધી ગઇ છે કે સામાન્ય નાગરિકોને અને તેમાં પણ ખાસ કરીને ગૃહિણીઓને રસ્તા પર નિકળવું મુશ્કેલ બન્યું છે. દારૂડિયાઓ દ્વારા થતી હેરાનગતિ અને મોજ કરાવતા સ્પાઓને કારણે શાહીબાગને કાળો ધબ્બો લાગવામાં વાગ લાગવાની નથી. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સિંધવ ખુલ્લેઆમ એવો રોફ મારે છે કે મારે એવા છેડા ઉપર સુધી અડે છે કે ગાંધીનગરવાળા પણ મને અહીંથી હલાવી શકે તેમ નથી. તો તેમના વહિવટદારોએ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારુ અને ઇંગ્લિશ દારુના ધંધા માટે બૂટલેગરોને મનમરજી કરવા દે છે.

એક સમયે અમદાવાદની શાન ગણાતો શાહીબાગ વિસ્તાર હવે પીઆઈ સિંધવ અને તેમના માનીતા વહિવટદારોને કારણે કુખ્યાત બની રહ્યો છે. નોંધનીય છે કે શાહીબાગમાં રહેતા સારા માણસો પણ આ પીઆઈની મનમાનીથી એટલા ત્રાસી ગયા છે કે જો તેમની સામે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો કદાચ સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચી શકે તેમ છે.
થોડા સમય અગાઉ અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં જાહેરમાં દારૂ-જુગાર, MD ડ્રગ્સ, અને સ્પાના ધંધા ધમધોકાળ ચાલતા હોવાનો અહેવાલ બુટલેગરોના નામ વિગતો અને સરનામાં સાથે રજુ કરવામાં અમારા દૈનિક પેપર પાક્કો ગુજરાતમાં બતાવામાં આવ્યો હતો. જે અહેવાલ બાદ થોડા દિવસો પૂરતા શાહીબાગ પોલીસ સ્ટેશનના PI સિંધવ અને તેમના લોકલાડીલા મેન વહીવટદાર હર્ષદભાઈ અને પેટા વહીવટદાર પ્રદીપસિંહ દ્વારા વિસ્તારમાં ચાલતા તમામ ગેરકાયદેસરના ધંધા બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશનના PI સિંધવ અને તેમના લોકલાડીલા મેન વહીવટદાર હર્ષદભાઈ અને પેટા વહીવટદાર પ્રદીપસિંહ દ્વારા જાહેરમાં દારૂ-જુગાર, MD ડ્રગ્સ, અને સ્પાના ધંધાઓને ફરી શરુ કરવાની છૂટ આપી દીધી હોય તેમ ધમધમતા જોવા મળી આવ્યા છે.
જેમાં શાહીબાગ વિસ્તારમાં MD ડ્રગ્સ અને દેશી ઇંગ્લીશના દારૂના ધંધા સાથે મસાજને નામે ચાલતા સ્પા પાર્લરોમાં સ્પાની દુકાનોમાં અગાઉની જેમ જ બહારથી વિદેશી યુવતીઓ બોલાવાવમાં આવી રહી છે અને તેઓની પાસે બિભસ્ત કામ કરાવવાં આવી રહ્યા છે. ત્યારે વહીવટદારોના રાજમાં 1 નહિ સ્પાના 8 થી 10 પાર્લરોમાં મસાજને નામે બિભસ્ત કામ કરાવવાં આવી રહ્યા છે. તો સાથે સાથે આજની પેઢીના યુવાઓને દારૂ ડ્રગ્સ ના રવાડે ચઢાવી તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે .
PI સિંધવના લોકલાડીલા મેન વહીવટદાર હર્ષદભાઈ અને પેટા વહીવટદાર પ્રદીપસિંહ આ તમામ ગેરકાયદેસર ચાલતા ધંધાઓ પરથી લાખોના હપ્તા ઉઘરાવી PI સાહેબ અને ઉચ્ચ અધિકારીઓને પહોંચાડી રહ્યા છે. ત્યારે આ બને વહીવટદારો જો કોઈ હપ્તા ના આપે તો તેમનો ધંધો બંધ કરાવવાની અને તેઓને જેલમાં નાખી દેવાની ધમકી આપી લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા છે.
ત્યારે આ ગેરકાયદેસર ચાલી રહેલ ધંધાને લઇ અમારા પાક્કો ગુજરાત દૈનિક સમાચારના તંત્રી દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનના PI સિઘવને ફોન કરવામાં આવતા તંત્રીનો નંબર સેવ હોવાને લઇ જવાબ આપવાની જગ્યા અગાઉની જેમ જ ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ છે. PI સિઘવ સાહેબ અને તેમના માનીતા વહીવટદારો દ્વારા જાણે યુવાધન બરબાદ થાય તો ભલે થાય પણ માત્ર ને માત્ર આ લોકોને પૈસા કમાવવામાં જ રસ જોવા મળી રહ્યો છે.
જે બાદ આ શાહીબાગ વિસ્તારમાં ચાલી રહેલ ગેરેકાયદેસર ધંધાને લઇ PCB અને DCB સ્કોડને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા જગ્યા પર પહોંચી રેડ નીલ બતાવી અહીં આ વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા ન હોવાનું જણાવી રહ્યા છે. જે ઉપરથી એમ લાગી રહ્યું છે કે શાહીબાગ પોલીસ સ્ટેશનના મેન અને પેટા વહીવટદારો બંને મળી PI સાહેબ સહીત PCB DCB સ્કોડના પણ ખિસ્સા ગરમ કરી રહ્યા છે.
તો મળી આવતી માહિતી મુજબ PCB અને DCBની ટીમ રેડ કરતા પહેલા શાહીબાગના વહીવટદારોને જાણ કરી દે છે થી રેડ દરમિયાન ધંધા બંધ રાખી તેઓ દ્વારા રેડ નીલ બતાવી અહીંયા કોઈ ગેરકાયદેસરના ધંધા ચાલતા ન હોવાનું જોવા મળી આવે છે.
ત્યારે હવે શાહીબાગ પોલીસ સ્ટેશનના PI સિંઘવ અને તેમના મેન અને પેટ વહીવટદારો પર માનો ન માનો કોઈ રાજકીય નેતાનો હાથ હોવાનું લાગી રહ્યું છે! બાકી અમારા અગાઉના અહેવાલ બાદ
અમારા પાક્કો ગુજરાત દૈનિક સમાચારના અગાઉના 2 અહેવાલ બાદ પણ પોલીસ તંત્રની આંખ ખુલી નથી રહી.. જે જોતા આગામી દિવસોમાં લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહિ અને MD ડ્રગ્સ ના રવાડે ચડેલા યુવાધનના હાથે હત્યા જેવા બનવોના પણ વધારો થાય તો નવાઈ નહિ રહે… ત્યારે હવે જોવું રહ્યું કે અમારા દૈનિક પેપર પાક્કો ગુજરાતના વધુ આ એક અહેવાલ બાદ શાહીબાગ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર વેપલા કાયમ માટે બંધ થાય છે કે પછી ગયા વખતની જેમાં થોડા સમય માટે…
જો શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહેલા દારૂ-જુગાર અને દેહવ્યાપાર માટે પંકાયેલા સ્પાકેન્દ્રો બંધ કરાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ મામલે એક ઝૂંબેશ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કદાચ શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતી દેશી અને ઇંગ્લિશ દારૂ, બુટલેગરોની દાદાગારી, માથાભારે તત્વોની હેરાનગતિ, મસાજના નામે કહેવાતી મોજ કરાવી યુવાધનને બરબાદ કરનારા સ્પા સેન્ટરો સહિતની અસામાજીક પ્રવૃત્તિઓના વીડિયો પણ વાયરલ થવામાં વાર નહીં લાગે તેમ જણાય છે.

