કુંકાવાવના મેઇન બજારમાં તાલુકા ભાજપ દ્વારા ‘લોકલ ટુ વોકલ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ કરી હતી.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, પી. વી. વસાણી, મનોજભાઈ હપાણી, ભગવાનભાઈ કુનડીયા, હરિભાઈ તેરૈયા મયુરભાઈ સાનિયા સહિત ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વેપારી વર્ગ સાથે રૂબરૂ મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાની માહિતિ આપી હતી. મૂળ ૨૮% જીએસટીનો દર ઘટીને ૧૮% થતાં વાહનોની ખરીદી પર રાહત મળી છે જ્યારે કૃષિ સાધનો પરનો જીએસટી ૧૮%થી ઘટીને ૫% થતાં ખેડૂતોને સસ્તા ભાવે સાધનો ઉપલબ્ધ થશે. જીવનરક્ષક દવાઓ અને સસ્તા વીમા પર પણ દર ૫% નક્કી થવાથી જનતાને મોટી રાહત મળી રહી છે.
કાર્યક્રમમાં સ્વદેશી ઉત્પાદનો વધુ અપનાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો સાથે જીએસટીના ઘટાડાથી વ્યાપાર અને ધંધાકીય સહેલાઇ અંગે પણ ચર્ચા થઈ હતી. સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવાવ

