GUJARAT : અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ

0
34
meetarticle

અમરેલી શહેરમાં ઓનલાઈન ઠગાઈનો એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અજાણ્યા ઠગબાજે RTO ચલણ ભરવાના નામે શિક્ષકને APK ફાઇલ મોકલીને બેંક ખાતામાંથી  1.74ની રકમ ઓનલાઈન સેરવી લીધી હતી. આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના કેરીયારોડ ખાતે રહેતા અને વ્યવસાયે શિક્ષક એવા નયનભાઈ હિંમતભાઇ જાવિયા (ઉ.વ. 28) સાથે આ ઠગાઈ થઈ હતી કોઈ અજાણ્યા શખ્સે તેમને RTO ચલણ ભરવાના નામે ખોટી ઓળખ ઊભી કરીને એક APK ફાઇલ મોકલી હતી. નયનભાઈએ આ ફાઇલ ડાઉનલોડ કરતાંની સાથે જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. હેકરે તેમના બેંક  સેવિંગ ખાતામાંથી કુલ રૂ. 1,74,507 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી હતી આ બનાવ અંગે નયનભાઈ જાવિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here