આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ તથા ,રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા ગ્રામ્ય તથા જિલ્લા માં વધુ માં વધુ હનુમાન ચાલીશા કેન્દ્ર શરૂ કરવા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને હિન્દૂ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકરો સાથે બેઠક કરી હતી અને વડોદરા શહેર તથા જિલ્લા ના ગામે ગામ દર શનિવારે હનુમાન ચાલીસા ના પાઠ કરવા આહવાન કર્યું હતું.

સાથે જ ગામે ગામ હનુંમાન ચાલીસા કેન્દ્ર બનાવી હિન્દૂ સમાજ ના જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક કાર્યો કરવા યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દૂ સમાજ ના ગરીબ વર્ગ માટે અનાજ,નિઃશુલ્ક તબીબી સેવાઓ ,કાયદાકીય સેવાઓ,સ્વાસ્થય,તથા રોજગાર અને હિન્દૂઓ ની સુરક્ષા સમૃદ્ધિ અને સન્માન નું કામ કરવા હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે કાર્યો માં તાલુકા જિલ્લા ના અન્ય ગામો ને જોડી આ કાર્યો ને આગળ વધારવા આહવાન કરવામાં આવ્યું છે.હાલ આ કાર્ય અંતર્ગત જિલ્લા ના 173 જેટલા કેન્દ્રો ચાલી રહ્યા છે જે આગામી સમય માં વધુ માં વધુ કેન્દ્રો ઉભા થાય તેવી હાકલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના પ્રવીણ તોગડીયા એ ઉપસ્થિત કાર્યકરો ને કરી હતી.આ પ્રસંગે જિલ્લા મંત્રી જૈમીન કનોજીયા,જિલ્લા અધ્યક્ષ વિનોદ સિંહ તથા ડભોઇ તાલુકા અધ્યક્ષ આશિષ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

