GUJARAT : આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા ‘નારાયણ એમ્પાયર’માં વેરો ન ભરનાર 3 દુકાનો સીલ

0
16
meetarticle

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા નારાયણ એમ્પાયરમાં વેરો ન ભરનાર ૩ દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકતોધારકો પાસેથી રૂ.૨,૩૨,૫૯૪ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો પાસેથી બાકી વેરો ભરપાઈ કરવા માટે રિકવરી ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

આ ઝુંબેશ અંતર્ગત કરમસદ-આણંદ મહાનગરપાલિકા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલ નારાયણ એમ્પાયરમાં ૩ દુકાનો રૂપિયા ૩૫,૩૯૩નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકતો ધારકો પાસે થી રૂપિયા ૨,૩૨,૫૯૪ બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો ભરપાઈ ન કરનાર દુકાનદારોને તાકીદ કરવામાં આવી છે કે, વહેલામાં વહેલી તકે બાકી વેરો ભરવામાં નહીં આવે તો આવા દુકાનદારો સામે નિયમોનોસારની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મહાનગરપાલિકાની દુકાનદારો પાસેથી બાકી વેરો કરાવવાની આ ઝુંબેશ હાલ ચાલુ જ રહેશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here