કરમસદ- આણંદ મહાનગરપાલિકાના ભાગોળ પોલીસ ચોકી વિસ્તારમાં ગટર ઉભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને ગંદકીના કારણે રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા સ્વાચ્છતામાં બીજા ક્રમે આવી હોવાનું ગૌરવ પ્રાપ્ત કરીને વાહ વાહ કરી રહી છે. જે વચ્ચે આણંદના ભાગોળ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી અને અંબિકા ચોક વિસ્તારમાં બે મહિનાથી ગટરો વારંવાર ઉભરાઇ રહી છે. આ મામલે મનપામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ ગટરો હજૂ રિપેરીંગ કરવામાં આવી નથી. આ વિસ્તારમાં ગટરો ઉભરાતા ગંદકીનું સ્રામ્રાજ્ય છવાયું છે. દુર્ગધ મારતા લોકોમાં રોગચાળો વકરવાનો ભય સેવાઇ રહ્યો છે.
તહેવારોમાં લોકો ખરીદી માટે ઉમટે છે. ગટરના ગંદા પાણીના કારણે લોકોને પસાર થવાની નોબત આવતા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

