આણંદ શહેરના શાકમાર્કેટ વિસ્તાર પાસેના વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને સરસામાન જપ્ત કરાયો હતો અને મહાનગરપાલિકાએ દુકાનદારો પાસેથી ૭૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

કરમસદ- આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આજે આણંદના મોટી શાકમાર્કેટ પાસેના વિસ્તારમાં આડેધડ લારીઓ રાખીને દબાણ અને ટ્રાફિક કરતા કાર્યવાહી હાથ ધરી હતી અને ૩ લાખીઓ અને પરચુરણ સરસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમુલ ડેરી રોડ લપર શાકમાર્કેટ પાસે આવેલી ૭ દુકાનદારોએ રોડ પર લોકોને નડતરરૂપ સરસામાન રાખ્યો હતો. જેથી દુકાનદાર દીઠ ૭૦ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મનપા તંત્ર હજુ પાણ દબાણ કરનારા સામે કાર્યવાહી હાથ ધરશે.

