GUJARAT : આર.એસ. દલાલ શાળાના વિદ્યાર્થીઓનો યુવક મહોત્સવમાં દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ ક્રમ પ્રાપ્ત

0
39
meetarticle

ભરૂચની આર.એસ. દલાલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.


​નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.
ચિત્ર સ્પર્ધામાં પરમાર માન્યા કે. એ ત્રીજો ક્રમ, જ્યારે બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને લોક વાર્તા સ્પર્ધામાં અનુક્રમે શેખ મહેનુર (બે વખત) અને સ્નેહા વસાવા એ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
શાળાના શિક્ષકોના સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના શ્રમથી આ સિદ્ધિ શક્ય બની છે, જેના માટે શાળા પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here