વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના આશોદર ગામે આવેલ શ્રી શંભુગીરી દાદાની જગ્યામાં દર પૂનમે મેળાનો માહોલ રહે છે અને અહીંયા આવતા ભક્તો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ગતરોજ પૂનમના દિવસે બ્લડ ડોનેશન કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો અને આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ૩૦ બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું

આશોદર ખાતે આવેલ શંભુગીરી દાદાની જગ્યામાં રેવાપુરીબાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે રક્તદાન કેમ્પ તેમજ ફિઝિશિયન વિભાગનો કેમ્પ અને આંખોની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પનું ધારપુર મેડિકલ કોલેજ અને આશોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આશોદર ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશોદર સરપંચ સહિત આરોગ્ય કર્મચારીઓ અને ભક્તોએ પણ રક્તદાન કર્યું હતું જેમાં ૩૦ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રક્ત થેલેસેમિયા રોગથી પીડાતા બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. અહીંયા ફિઝિશિયન વિભાગનો પણ મફત તપાસ કેમ્પ કરુણા હોસ્પિટલ થરાદ ડૉ. કલ્પેશભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો અને ધરણીધર ચશ્માં ઘર થરાદ દ્વારા મફત આંખોની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અને તેનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને આ તમામ લોકોનો આશોદર જગ્યાના બાપજી ભાવેશપુરીએ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

