ઇડર આંજણા પાટીદાર એચ.કે.એમ. આટર્સ અને પી.એન.પટેલ કૉમર્સ કૉલેજ ઈડરમાં NSS(રાષ્ટ્રીય સેવા યોજના) દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૫ને સોમવારે “વિશ્વ એઇડ્સ દિન” નિમિત્તે એઈડ્સ અંગેની જાગૃતતા માટે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી, પુરસ્કૃત અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, ઇડર અમદાવાદ તથા SDH ઈડર(ઈડર સિવિલ)ના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો. જેમાં કોલેજના આચાર્ય ડૉ.બી.કે. રોહિત સાહેબે બહારથી પધારેલ મહેમાનઓને આવકાર્યા તથા
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. સંસ્થા દ્વારા HIV એઇડ્સ, જાતીય રોગો, TB હિપેટાઈટીસ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને ૧૦૯૭ હેલ્પલાઇન તથા દ્રછર્ઝ એપ વિષે વિશેષ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા મંત્રી જીતુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.આર.એસ.ચારણ તથા ડૉ.પ્રિયંકાબેન જી. સોલંકી દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

