દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક યોજી હતી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ૯૦ દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા માટે રજૂઆત કરી હતી.

ખેડૂતોએ મંત્રીને જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન બાદ જો ૧લી ડિસેમ્બરથી ૨૮મી ફેબ્રુઆરી સુધી પાણી બંધ રહેશે, તો સિંચાઈના અભાવે તેમના ત્રણ પાકને ગંભીર નુકસાન થશે. તેમણે નહેરના સમારકામનું કામ આ વર્ષે મોકૂફ રાખીને આવતા વર્ષે કરવા માંગ કરી હતી.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
