GUJARAT : એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ’ નો ભવ્ય પ્રારંભ

0
46
meetarticle

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગરના ટેન્ટ સિટી-૨ ખાતે જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ અને ભારત પર્વનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.


ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પી.સી. બરંડાએ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ રાષ્ટ્રીય પરિસંવાદમાં દેશના વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવનકાર્ય પર વ્યાખ્યાનો અને સંશોધન પત્રો રજૂ કર્યા હતા.
મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૧ થી આ ઉજવણીની ઘોષણા કરી છે, જેનો ઉદ્દેશ ૨૦૪૭ સુધીમાં આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. તેમણે આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પરિણામલક્ષી પ્રયત્નોની માહિતી આપી હતી. કાર્યક્રમમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here