જીએસઆરટીસીમાં ફરજ બજાવતા પાર્ટ ટાઈમ કર્મચારીઓને આ વર્ષે દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.
રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૪-૨૫ના હિસાબી વર્ષ માટે ૩૦ દિવસના વેતન જેટલું અથવા સાત હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવા નિર્ણય કર્યો છે.

એસ.ટી. નિગમમાં વર્ગ-૪ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને દર વર્ષે દિવાળી બાદ એક્સગ્રેસિયા બોનસ આપવામાં આવતું હોવાથી કર્મચારીઓ દિવાળીનું મહાપર્વ આર્થિક ભીંસમાં ઉજવવા મજબૂર બને છે. જેથી ચાલુ વર્ષે એડહોક/એક્સગ્રેસિયા બોનસનો લાભ મળવાપાત્ર પાર્ટ ટાઈમ અને અન્ય કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિતમાં રજૂઆત કરી છે.

