સાવરકુંડલા લુહાર સમાજના તૃતીય સ્નેહમિલન કાર્યક્રમમાં લગભગ ૪૦૦–૫૦૦ સમાજના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે એસ્ટ્રો ગુરુ દીપક જૈનને જ્યોતિષ સંબંધિત સાચા માર્ગદર્શન માટે શોલ ઓઢાવી અને સુંદર બુકે આપી ભવ્ય સન્માન આપવામાં આવ્યું હતું.

આ સન્માન માટે ખાસ કરીને શ્રી સુરેશભાઈ હરજીવનભાઈ કારેલિયા તથા સમગ્ર સાવરકુંડલા લુહાર સમાજ, ચેરમેન શ્રી રમેશભાઈ રાઠોડ, વાઇસ ચેરમેન શ્રી સુરેશભાઈ કારેલિયા, સેક્રેટરી શ્રી દીપકભાઈ ચૂડાસમા સહિત કમિટીના સભ્યો, આગેવાનો, વડીલો, બહેનો અને યુવાનો પ્રત્યે હૃદયપૂર્વક આભાર. જેમના પ્રેમ, સ્નેહ અને વિશ્વાસથી આ સન્માનને અનોખી ઊંચાઈ મળી છે.
આ માન–સન્માનથી વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે સમાજ તથા જ્યોતિષ માર્ગદર્શનની સેવા કરવા પ્રેરણા મળી છે, જેથી સામાજિક કાર્યક્રમોમાં દરેકને સાચું માર્ગદર્શન મળતું રહે.
