કપડવંજના રોહિતવાસ પાસે આવેલા પીવાના પાણીના સંપ પર ખુલ્લું ઢાંકણું અને આસપાસ ગંદકીના કારણે અસહ્વ દુર્ગધ મારતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તંત્ર દ્વારા તાકિદે સમસ્યા ઉકેલવામાં આવે તેવી માંગણી કરાવમાં આવી છે.

શહેરના રોહિતવાસથી ચિંલિગ સેન્ટર તરફના રસ્તા પર પાલિકા દ્વારા પીવાના પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે. આ પીવાના પાણીની ટાંકીમાંથી શહેરના વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. સંપ આગળ લોકો પસાર થતાં દુર્ગધ આવી રહી છે. જ્યારે તપાસ કરતા ભૂંડ મરેલી હાલતમાં હતા. સંપની આસપાસ ગંદકી અને પાણી લીકેજથી કાદવ કિચડજામ્યા છે. દુર્ગધ મારતા સ્થાનિક રહિશોએ પાલિકાને જાણ કરતા જેસીબીની મદદથી મૃત હાલતમાં રહેલા ભૂંડ ઉપાડી લેવામાં આવ્યા હતા અને બહારના ભાગમાં સફાઇ કરાવમાં આવી હતી અને સંપની ફરતે પાણીને કારણે હજુ પણ ગંદકીના ઢગ હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા છે. સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અને ગુજરતા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અમલમાં મૂકાયેલી સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના હેઠળ સામુદાયિક કેન્દ્ર બિન ઉપયોગી પડી રહ્યું છે. આ કેન્દ્ર ખંડેર હાલતમાં અને ગંદકીના ઢગલા વચ્ચે ખંભાતી તાળાં સાથે બંધ હાલતમાં છે.

