કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર ના નરસંગ ટેકરી સિદ્ધિ વિનાયક પાર્ક, બ્લોક નંબર ૫૦ માં રહેતા અને વાડી પ્લોટ ખાતે” ફેમસ હાર્ડવેર એન્ડ પેઈન્ટ” નામની દુકાન ધારાવતા કેતનભાઈ દોલતરાય થાનકી એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલી કે તેઓ ગત તા.૦૩/૧૧ ના વાડી પ્લોટ પોરબંદર ખાતે આવેલ વી. માર્ટ ના શો રૂમ આગળ પાર્ક કરેલ હોન્ડા કંપની નું એક્ટિવા કિંમત રૂ. ૨૦, ૦૦નું કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ને લઈ ગયેલ છે.

આ બનાવની પોલીસ દફ્તરે નોંધાયેલ ફરિયાદની વિગત એવી છે. કે નરસંગ ટેકરી સિધ્ધી વિનાયક પાર્ક બ્લોક નં. -૫૦ પોરબંદર ખાતે રહેતા કેતનભાઇ દોલતરાય થાનકી ઉ.વ.૪૭ ધંધો.-વેપાર એ ફરિયાદ નોંધાવેલ કે મારી પાસે હોન્ડા કંપનીનુકિમત રૂ૨૦, ૦૦૦નું એકટીવા સ્કુટર જેના રજી નંબર- GJ-25-5625 નુ હતુ આ મારૂ સ્કુટર લઇ ગઇ તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ સવારના દશેક વાગ્યે હુ તથા મારી પત્નિ અને મારી દિકરી એમ અમો ત્રણેય ખરીદી કરવા માટે વાડી પ્લોટ ખાતે ની વી માર્ટના શો રૂમ ઉપર ગયેલ અને મારી ઉપરોકત એકટીવા સાડા દશેક વાગ્યે વી માર્કના શો રૂમ આગળ પાર્ક કરી અમો ખરીદી કરવા માટે વી માર્ટના શો રૂમમા ગયેલ અને આશરે સાડા અગિયારેક વાગ્યે ખરીદી કરી વી માર્ટના શો રૂમમાથી બહાર આવી મે વી માર્ટના શો રૂમ આગળ પાર્ક કરેલ મારૂ ઉપરોકત સ્કુટર જોતા જોવામા આવેલ નહીં જેથી મે મારા સ્કુટર એકટીવા બાબતે આજુબાજુ તપાસ કરતા મને મારૂ સ્કુટર કયાંય જોવામા આવેલ નહીં તેમજ મે મારી રીતે મારા સ્કુટર એકટીવા બાબતે તપાસ કરતા મારા સ્કુટર મ ળી આવેલ ન હોય અને મારા સ્કુટરનો કોઇ ગે૨ ઉપયોગ કરશે તેવી બીક હોય જેથી આજરોજ તા.૦૬/૧૧/ ૨૦૨૫ ના રોજ હુ કમલાબાગ પોલીસ સ્ટેશનને ફરીયાદ નોંધવું છુ.
આ મારૂ હોન્ડા કંપનીનુ એકટીવા જેના રજી નંબર- GJ-25- 5625 સ્કુટરની ચોરી કરી લઇ જનાર માણસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારી ફરીયાદ છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા અનડિટેકટ ગુન્હાઓ ડિટેક્ટ કરવા વખતો વખત કરેલ સુચના અન્વયે પોરબંદર શહેરના ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.સી.કાનમિયાનાઓ ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૨૧૮૦૦૯૨૫૦૬૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુન્હા માં ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા માટે આજે તા. ૦૭/૧૧/ ૨૦૨૫ ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસો તપાસમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. બી.પી.માળીયા તથા એન.ટી.ભટ્ટ તથા પો.કોન્સ સાજન રામશીભાઇ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ઉપરોકત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સ્કુટર લઇને ઇન્દીરાનગર રાજવી પાર્ટીપ્લોટ રોડ પરથી નીકળવાનો હોય જેથી હકીકતવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા ચોરાયેલ એક્ટિવા લઈ ને ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આકાશ ઉર્ફે યોટીયારો મુકેશભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે,હાલ ચોપાટી ફુટપાથ ઉપર પોરબંદર મુળ રહે, ગોપાલ પરા રાણાવાવ તા.રાણાવાવ જી.પોરબંદર વાળા આરોપીને
પકડી પાડી ધોરણસર અટક કરી આમ ઉપરોકત ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર આર. સી.કાનમિયા તથા સર્વેલન્સ પી. એસ આઈ એ.એ. ડોડીયા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એસ.એ. બકોત્રા તથા પો.હેડ કોન્સ. એન. ટી.ભટ્ટ તથા બી.પી.માળીયા તથા સી.જી. મોઢવાડીયા તથા એસ.એમ. જાંબુચા તથા પો.કોન્સ. સાજન રામશીભાઇ તથા વિજય ખીમાભાઇ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા સુરેશ કીશાભાઇ તથા વુમન પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઇ તથા નેત્રમ(કમાન્ડ કંટ્રોલ) પોલીસ સ્ટાફ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
