કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી વીટકોસની સેવાઓ બંધ કરાવ્યા છતાં, કંપની દ્વારા ટાઉનહોલ પાસે ખાનગી ઓફિસ રાખીને સવસ રૂટો ચાલુ રાખવામાં આવતા ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. મનપાએ અગાઉ તમામ રૂટો તાત્કાલિક બંધ કરવાની તાકિદ કરી હતી, તેમ છતાં હવે એસટી બસને સમાંતર રૂટો શરૂ કરાયા છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે વીટકોસ કંપનીએ ટાઉનહોલ પાસે એક ખાનગી જગ્યા ભાડે રાખીને ત્યાંથી લાંબા રૂટની સવસ શરૂ કરી છે. આ કારણે આ વિસ્તારના રસ્તાઓ પર વીટકોસની બસોનું પાકગ થવાથી રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અને વાહનવ્યવહારમાં તકલીફો ઉભી થઈ રહી છે. આ સમસ્યા અંગે વિસ્તારની સોસાયટીના રહીશોએ મનપાના ડેપ્યુટી કમિશનરને જાણ કરી છે. વીટકોસની બસો સવાર સુધી જાહેર રસ્તા ઉપર મૂકી દેવામાં આવતા રહીશોને ખૂબ જ તકલીફો થવા પામી હતી.’આ સંદર્ભે તપાસ હાથ ધરાશે’ : મનપાના ડેપ્યુટી કમિશનર
કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, રહિશોની ફરિયાદના આધારે વીટકોસના સંચાલકોને બોલાવીને તાત્કાલિક રૂટ બંધ કરવા જાણ કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા દિવાળી પછી તુરંત બધા રૂટ બંધ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. પરંતુ, હાલ વીટકોસ દ્વારા ખાનગી મિલકત ભાડે રાખીને આણંદ શહેર સિવાયના બહારના રૂટ, ખાસ કરીને વડોદરા તરફના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ વીટકોસ બસને આણંદ શહેરમાં રૂટ શરૂ કરવા માટેની સખત મનાઈ કરી દેવામાં આવી છે. હાલ જે બહારના રૂટ ચાલુ કર્યા છે, તે સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવેલ છે.

