વાળુકડ ગામે રહેતા યુવાન સાથે શખ્સે નવી કાર વધારે ડિસ્કાઉન્ટ દેવાના બહાના હેઠળ વિશ્વાસ કેળવી રૂ.૫.૮૫ લાખની છેતરપિંડી આચરી હતી.

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે રહેતા સંદીપભાઈ તુલસીભાઈ મકવાણાને કારની ખરીદી કરવી હોય દિવાળી પહેલા સંદીપભાઈ અને તેના મિત્ર જયદેવભાઈ ડોડીયા તથા સંજયભાઈ બારોલીયા તથા સંદીપભાઈના પુત્ર હિતભાઈ ચિત્રા ભાવનગર ખાતે કંપનીના શોરૂમમાં આવ્યા હતા.અને કંપનીના કર્મચારી વિષુભાઈ પઢિયારે કાર બતાવી રૂ. ૭,૯૫,૦૦૦ ની કિંમત જણાવી હતી.અને ડિસ્કાઉન્ટ આપવાની વાત કરતા વિશુભાઈએ જણાવેલ કે મેહુલ સુરેન્દ્રભાઈ ભટ્ટને મળી લો તે વધારે ડિસ્કાઉન્ટ કરી આપશે તેમ કહેતા સંદીપભાઈ મેહુલને મળી વાતચીત કરતા મેહુલ રૂ.૭,૮૫,૦૦૦ ની કિમત કરી આપી હતી.અને મેહુલે જણાવેલ કે રૂ.૮૫,૦૦૦ ભરીને બુકિંગ કરાવી બાકીના રકમના ચેક લખી આપવાની વાત કહી હતી.પરતુ સંદીપભાઈ પાસે હાલ રોકડા રૂપિયા નહોય ત્યારે મેહુલે જણાવ્યું હતું કે,રૂપિયાની સગવડ કરો એટલે હું આવીને લઈ જઈશ તેમ જણાવ્યું હતું.દરમિયાનમાં સંદીપભાઈએ ગત તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મિત્રની પાનની દુકાન પાસે રૂ.૩૫,૦૦૦ રોકડા આપ્યા હતા.અને મેહુલે કંપનીની બુકમાંથી સ્લીપ આપી હતી.અને બાદમાં રૂ.૧ લાખ આપ્યા હતા.અને બેન્કનો રૂ.૬ લાખનો ચેક લખી આપ્યો હતો.ચેક બાઉન્સ થયાં હોવાના બહાના કરી મેહુલ ભટ્ટએ રૂ.૫,૮૫,૦૦૦ બરોબર પોતાની પાસે મેળવી કંપનીમાં જમા નહીં કરાવી કાર નહીં આપી છેતરપિંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે સંદીપભાઈએ મેહુલ ભટ્ટ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

