GUJARAT : ખાડાઓને કારણે ગમખ્વાર અકસ્માત: આમોદ-દહેજ હાઈવે પર ટ્રક બ્રિજની દીવાલ સાથે અથડાયો

0
43
meetarticle

આમોદ-દહેજ હાઈવે પર ગતરોજ આછોદ બ્રિજ નજીક રસ્તા પરના મોટા ખાડાઓને કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક રિક્ષા ચાલકે ખાડાને ટાળવા માટે અચાનક બ્રેક મારતા, પાછળથી આવતા ટ્રક ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ટ્રક બેકાબૂ થઈને બ્રિજની દીવાલ સાથે અથડાઈ ગયો હતો.


સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકને ભારે નુકસાન થયું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી આ રસ્તા પરના ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવા અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here