GUJARAT : ખેડા જિલ્લામાં 3 અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મોત, 3 ને ઈજા

0
39
meetarticle

ખેડા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.-૪૮ ઉપર ભુમેલ રેલવે બ્રિજ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા રાહદારીનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે નંબર ૪૮ ભૂમેલ રેલવે બ્રિજ પરથી આજે સવારે એક અજાણ્યો પુરુષ પસાર થતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટકકર મારતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં અજાણ્યા પુરુષ (ઉં.વ.૫૫)નું મોત નિપજ્યું હતું. ભિક્ષુક જેવા અજાણ્યા પુરુષની ઓળખ થઈ નથી.

ઉપરાંત ભુમેલ ઓવર બ્રિજ ઉપર બીજો અકસ્માત પણ થયો હતો. જેમાં પીપલગમાં રહેતા વિનોદભાઈ હસમુખભાઈ રોહિત નડિયાદ જીઆઇડીસીમાંથી કેમિકલ પાવડર ભરી સુરત ગયા હતા. તેઓ પીકઅપ ડાલુ લઈ પરત આવતા હતા. ત્યારે ભૂમેલ બ્રિજ ચડતા સામેથી રોંગ સાઈડ આવેલી ગાડી અથડાતા વિનોદભાઈ રોહિતને તેમજ સામેની ગાડીમાં બેઠેલ શખ્સને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બંને બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નવાગામ દાંડી રોડ ઉપર ત્રીજો અકસ્માત સર્જાયો હતો. જેમાં ધરોડામાં રહેતા પ્રણવભાઈ ધનજીભાઈ મકવાણા દશેરાના દિવસે સાંજે બાઈક લઇ ફાફડા- જલેબી લેવા ગયા હતા. તેઓ બારેજાથી પરત જઈ રહ્યા હતા. ત્યારે નવાગામ ઓએનજીસી નજીક સામેથી આવેલી ગાડીએ ટક્કર મારતા પ્રણવભાઈ ધનજીભાઈ મકવાણાને ઇજા થઈ હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here