નડિયાદ ગ્રામ્ય પોલીસે પીપલગમાંથી જ્યારે વસો પોલીસે મિત્રાલ અને વસોમાંથી જુગાર રમતા ૯ જુગારીઓને જુગારના સાધનો અને રોકડ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

નડિયાદ તાલુકાના પીપલગમાં લીમડી ફળિયામાં ચાલતા જુગાર પર નડિયાદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા મહેશભાઈ નટુભાઈ પરમાર, ગોવિંદભાઈ રમેશભાઈ પરમાર, રાજુભાઈ મનુભાઈ તેમજ મુકેશભાઇ અર્જુનભાઈ પરમારને રોકડ રૂ.૩,૦૫૦ સાથે ઝડપી પાડયા હતા.
વસો પોલીસે વસો ઇન્દિરા નગરીમાં રેડ પાડી રસિકભાઈ અબ્દુલભાઈ વહોરા તેમજ મિનહાજ યુનુસભાઈને રોકડ રૂ. ૩૩૦ સાથે જ્યારે મિત્રાલ ઇન્દિરા નગરીમાંથી નઝીર ખાન મિસરીખાન પઠાણ, સરફરાજ યાકુબખાન પઠાણ તેમજ અલ્લારખા અમન ખાન પઠાણને રોકડ રૂ.૯૬૦ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ બંને બનાવ અંગે વસો પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

