GUJARAT : ખેડૂતલક્ષી નીતિ: ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં ૭૭ ખેડૂત ખાતેદારોને રૂ. ૩૪.૬૭ કરોડનું વળતર ચૂકવાયું, વીઘાદીઠ ₹૩૨ લાખ સુધીનો ભાવ

0
48
meetarticle

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરીમાં ઝડપ આવી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા ‘સંમતિ એવોર્ડ’ હેઠળ ખેડૂતોના હિતમાં પારદર્શક રીતે વળતર ચૂકવાઈ રહ્યું છે.


​ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી, તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં કુલ ૭૭ ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા છે.
​ આ તમામ ખાતેદારોને કુલ રૂ. ૩૪.૬૭ કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
​ પ્રોજેક્ટના અસરગ્રસ્ત ૬ ગામોની જમીન માટે સરકારે વીઘાદીઠ રૂ. ૨૨ લાખથી રૂ. ૩૨ લાખ સુધીનો ઊંચો દર નક્કી કર્યો છે, જેનો લાભ ગરીબ અને આદિવાસી સહિત અંદાજે ૫ હજારથી વધુ પરિવારોને મળ્યો છે.
​ આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે સંમતિ કરારના હસ્તાક્ષર બાદ વળતરની રકમ તે જ દિવસે ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવાય છે. એક ખેડૂત ખાતેદારે પ્રક્રિયાની પારદર્શિતા અને ઝડપ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
​કલેક્ટર કચેરીએ બાકી રહેલા ખેડૂતોને પણ વહેલી તકે સંમતિ કરાર કરીને વધારાના વળતરનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here