GUJARAT : ગરવી ગુજરાત થીમ હેઠળ પોરબંદર તાલુકા કક્ષાનો ભવ્ય કલા ઉત્સવ યોજાયો

0
34
meetarticle

ગાંધીનગર તથા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત તેમજ બી.આર.સી. ભવન પોરબંદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત આશ્રય હેઠળ “ગરવી ગુજરાત” થીમ આધારિત પોરબંદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ–૨૦૨૫ ડિવાઇન પબ્લિક સ્કૂલ, બોખીરા ખાતે ધામધૂમપૂર્વક યોજાયો હતો.

પોરબંદર તાલુકાના કુલ ૭૬ બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન જેવી ચાર મુખ્ય સ્પર્ધાઓમાં ઉત્સાહભરી ભાગીદારી નોંધાવી હતી. તમામ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જ્યારે દરેક સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાને આવેલા વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમની સફળતા માટે યોગદાન આપનાર તમામ નિર્ણાયકો અને બ્લોક પોરબંદર ટીમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બાળ કલાકારોને આપવામાં આવેલી શિલ્ડ પોરબંદર તાલુકા શિક્ષક સહકારી મંડળી દ્વારા પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. કો. અશોકભાઈ બથવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આર.જે. મિલનભાઈએ વિદ્યાર્થીઓને મનોરંજન સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ માટે ડિવાઇન પબ્લિક સ્કૂલ ફાળવવા બદલ સી.આર.સી. હરેશભાઈ અને આચાર્ય દિપેનભાઈ ઓડેદરાનો આભાર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા લાયઝન ડો. રામચંદ્ર મહેતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર, બી.આર.સી. કો. ઓર્ડિનેટર પરેશકુમાર ડી. પુરુષવાણી, સી.આર.સી. અને બ્લોક ટીમ પોરબંદર દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી વી. કે. પરમાર, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી. કાનમિયા, રેડિયો જોકી મિલનભાઈ પાણખાણિયા, કેળવણી નિરીક્ષકો વત્સલભાઈ, મુળુભાઈ, ચમ મેમોરિયલ સ્કૂલના ડિરેક્ટર કમલભાઈ પાઉં, હિરેનભાઈ પાઉં, તેમજ સુનયનાબેન ડોગરા, હિનાબેન મેઘનાથી, હેતલબેન લાખાણી, મહિલા કાઉન્સિલર હેતલબેન પંડ્યા, 181 મહિલા ટીમ કાઉન્સિલર નિરુપાબેન બાબરીયા, મહિલા કોન્સ્ટેબલ કિરણબેન ચાવડા સહિતના માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનો દ્વારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી તેમના સર્જનાત્મક પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.

રિપોર્ટર : વિરમભાઇ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here