Gujarat : ગુમાનદેવ પાસે ગમખ્વાર અકસ્માત: ધૂળના કારણે વિઝિબિલિટી ઘટી, ટ્રકની ટક્કરે આધેડનું મોત

0
77
meetarticle

ગુમાનદેવ ફાટકથી રાજપારડી સુધીના સ્ટેટ હાઈવે પર ધૂળના કારણે ઓછી વિઝિબિલિટી થતાં એક ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ચાલક આધેડે જીવ ગુમાવ્યો છે. પાછળથી આવેલા હાઈવા ટ્રકે ટક્કર મારતાં મોપેડ ચાલક ટ્રક નીચે આવી ગયો હતો અને સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું.


ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના રહેવાસી હૈદર મલેક ગઈકાલે સવારે ગુમાનદેવ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગની ખરાબ હાલત અને બેફામ ચાલતા ઓવરલોડ ટ્રકની સમસ્યાને ઉજાગર કરી છે. છેલ્લા એક મહિનામાં આ માર્ગ પર પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર સતત ઉડતી ધૂળને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, છતાં તંત્ર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here