ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગુપ્ત બાતમીના આધારે છેલ્લા સાત વર્ષથી ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા આરોપીઓ
(૧) દિલીપભાઈ ઘુસાભાઈ ઠુમ્મર (રહે. હાલ કામરેજ, સુરત; મૂળ અમરેલી), જેને સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
(૨)ભીખીબેન ઉર્ફે ગીતાબેન અજયસંગ વસાવા (રહે. ઉમલ્લા, ઝઘડિયા), જેને તેના રહેણાંક ઘરેથી ઝડપી પાડવામાં આવી.
બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે.

