ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા દારૂબંધીના કાયદાનો -કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.કાપડીયા નાઓની સુચના મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સર્વલન્સ સ્કોડમાં ફરજ બજાવતા અ.હે.કો. ઉનડભાઈ રામભાઈ બ.નં. ૧૬૦ નાઓએ ચોક્કસ બાતમી હકીકત મેળવી રૂનવાડ ગામ પાસેથી ઈકો ગાડી જેનો રજી.નંબર. GJ-07-DG-4 2518 માં વીમલના થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ.૨૪૦ ની કિ.રૂ.૩૮,૪૦૦/- વિદેશી દારૂ તથા તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઇકો ગાડી જેની કિં.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૪૩,૪૦૦/- ના મુદામાલ સાથે રાહુલકુમાર શંકરભાઈ પરમાર નાઓને પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૫૧૧૬૪/૨૦૨૫ પ્રોહીબીશન એકટની કલમ ૬૫ એઇ,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી -કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર

