GUJARAT : જંબુસરમાં માનવતાનું દર્શન: ગંદી કાંસમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો, ફ્રૂટ વિક્રેતા અને મહિલાઓએ નવજાતનો જીવ બચાવ્યો

0
40
meetarticle

જંબુસર શહેરના પોલીસ લાઈન રેલવે ફાટક પાસે રખડતા પશુઓની ગંભીર સમસ્યા વચ્ચે એક હૃદયસ્પર્શી ઘટના બની છે. રસ્તા પર રઝળતી એક ગર્ભવતી ગાયે વરસાદી પાણીથી ભરેલી ખુલ્લી કાંસમાં વાછરડાને જન્મ આપ્યો હતો. ગંદા પાણીમાં ડૂબી રહેલા નવજાત વાછરડાને જોઈ ફ્રૂટ વિક્રેતા અને સ્થાનિક મહિલાઓએ સમયસૂચકતા વાપરી નવજીવન આપ્યું છે. આ ઘટનાએ પશુપાલકોની બેદરકારી અને નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


​ઘટનાની વિગત મુજબ, ગર્ભવતી ગાયે કાંસમાં વાછરડાને જન્મ આપતા નવજાત જીવ ગંદા પાણીમાં ગરકાવ થઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ લારી પર ફ્રૂટ વેચતા મહેબૂબ પટેલે પોતાની જાનના જોખમે કાંસમાં ઉતરી વાછરડાને બહાર કાઢ્યું હતું. સ્થાનિક મહિલાઓએ પણ મદદે આવી નવજાતને હૂંફ આપી શ્વાનોથી રક્ષણ પૂરું પાડ્યું હતું. ગૌરક્ષકોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગાય અને વાછરડાને સુરક્ષિત કરી તેમના માલિકની શોધખોળ શરૂ કરી છે. શહેરીજનોમાં આક્રોશ છે કે પશુપાલકો દૂધ કાઢી લીધા બાદ પશુઓને રસ્તા પર રઝળતા મૂકી દે છે, અને પાલિકા તંત્ર ઢોર ડબ્બે પૂરવાની કામગીરીમાં આળસ દાખવી રહ્યું છે, જેના કારણે આવા અબોલ જીવોનો જીવ જોખમમાં મુકાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here