રૂરલ એલસીબીના એ.એસ.આઇ. શકિતસિંહ, વિજયસિંહ, હેડ કોન્સ. કૌશીકભાઇ તથા અરવિંદસિંહની બાતમી રૂા. ૪૧ હજારની રોકડ કબ્જે, જામકંડોરણાના ખજૂરડા ગામમાં એક મકાનમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા એસ. સી.બી.ની ટીમે દરોડો પાડી મકાનમાં તીનપતીનો જૂગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ખજુરડા ગામમાં એક મકાનમાં કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની એ. એસ. આઇ. શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, હેડ કોન્સ. કૌશીકભાઇ જોષી અને અરવિંદસિંહ જાડેજાને બાતમી મળતા ખજુરડા ગામે મકાનમાં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા મકાન માલીક કાન્તીલાલ બચુભાઇ ડેડકીયા, જામટીંબડી ગામના કિશોર નાથાભાઇ પરમાર, રાજકોટ ભગવતી સોસાયટીના રહીમ અલીભાઇ અલુવસીયા, રાજકોટ જીવરાજ પાર્કના દીનેશ ગોકળભાઇ ઘરસંડીયા, ખજુરડા ગામ આંબેડકરનગરના જશવંત વીરાભાઇ સોલંકી અને ગૌતમ નાથાભાઇ આઝડાને પકડી લઇ રૂા. ૪૧,૬૮૦ ની રોકડ તથા પાંચ મોબાઇલ ફોન મળી રૂા. ૮૧,૬૮૦ ની માલમતા કબ્જે કરી હતી.

