GUJARAT : જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી

0
11
meetarticle

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

 જાહેર કરાયેલા ઉમેદવારોના નામની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. 3માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં.4 – રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં.7 માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં.8 માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. 8 માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. 9 માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં.10 માં કિરીટ દૌડિયા, વોર્ડ નં.13 માં જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં.14 માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં.14 માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં.14 માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં.15 મા કંકૂબેન બારૈયા,  અને વોર્ડ નં.16 માં રસિકભાઈ ગોહિલ વગેરેનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here