જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત – આઠ વર્ષથી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી રહી છે પરંતુ સ્મશાનનું મહુરત મળતું નથી, દરમિયાન આજની બેઠકમાં રૂ. 6 કરોડના ખર્ચે ચેલા ગામના સર્વે નંબર વાળી જગ્યા માં સ્મશાન બનાવવાનો સૈધાંતિક સ્વીકાર કરાયો હતો. આ માટે જિલ્લા કલેકટર દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે .

જામમનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિન કમિટીની બેઠક આજે તા. 27-01-2026ના રોજ નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નં. 4માં નવાગામ મધુરમ રેસીડેન્સીના છેડે નદી કાંઠા વાળા રોડ માં સી.સી. રોડ બનાવવા માટે રૂા. 26.83 લાખ , કેબલ ટી. વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સાઉથ ઝોન વોર્ડ નં. 8, 15 અને 16માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામે વધારાના કામ અંગે રૂા. 26.57 લાખ , વોર્ડ નં. 11, લાલવાડી વિસ્તાર જૈન દેરાસરવાળા ૧૫ મી. પહોળાઈ માં આઈસીઆઈસીઆઈ. બેંક થી મહાપ્રભુજી બેઠક તરફ જતા રોડ સુધી સી.સી. રોડ બનાવવાના કામ માટે
રૂા.51.36 લાખ , વિધોતેજક મંડળ ને ગ્રાન્ટ ફાળવવા માટે રૂા. 8 લાખ , જામનગર – લાલપુર રોડ પર ચેલા ગામ ના સર્વે નં. 724 વાળી જગ્યામાં હિંદુ સ્મશાન બનાવવાના પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશ્નરની વધુ એક વખત દરખાસ્ત રજુ થતા રૂા. 6 કરોડના ખર્ચ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ, નંદ નિકેતન સ્કુલ થઈ બેડી બંદર જંકશન સુધીના રીંગ રોડને ગ્રીન રીંગ રોડ મુજબ ડેવલોપ કરવા તથા આસ્ફાલ્ટ કાર્પેટ કરવાના કામ અંગે રૂા. 20.76 કરોડ , જામનગર મહાનગરપાલિકાના ભાગ નં. 1,2,4 (પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ) તથા ભાગ નં. 3 (ઓમ સ્વચ્છતા કોર્પોરેશન) માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઇન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ, કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવાના કામ (એક્સટેન્શન) અંગે રૂા. 1.62 કરોડના ખર્ચેને બહાલી આપવામાં આવી હતી.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટવીન બીન્સ (નંગ-500) ખરીદવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. લીકવીડ કલોરીન ટર્નર ની ખરીદી અંગે રૂા. 2.86 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. ગુજરાત હાઇકોર્ટ ના હુકમ અન્વયે કિરીટ શિવાભાઈ પટેલ (હાલે નિવૃત)ને કમિટી રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.
આમ આજની બેઠકમાં કુલ રૂા. 29 કરોડ 54 લાખના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

