GUJARAT : જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા કાઢી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
42
meetarticle

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તાત્કાલિક આર્થિક સહાય આપવા માટે જેતપુરપાવી તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા મંગળવાર ના રોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તાલુકામાં પણ સાર્વત્રિક કમોસમી વરસાદ પડયો છે, જેના કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન સહિતના ઊભા પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. વરસાદના કારણે થયેલા પાકને નુકસાનીનું વહેલી તકે સર્વે કરી તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં કમોસામી વરસાદ માં ખેડૂતોને ભારે નુકશાન વહેલીતકે વળતર આપવા કોંગ્રેસ દ્વારા માંગ..

આ આવેદનપત્ર આપતા અગાઉ કોંગ્રેસના હોદ્દેદારો રેલી સ્વરૂપે તાલુકાના કોંગ્રેસ ઓફિસ થી તાલુકા સેવા સદન પોહચી રોડથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરીને જેતપુરપાવી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોની વ્યથાને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

કમોસમી વરસાદથી ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ નુકસાન સમગ્ર ગુજરાતમાં થતાં સરકારે સહાયને જાહેરાત કરી છે..

રિપોર્ટર.. ઈરફાન મકરાણી કદવાલ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here