GUJARAT : જેતપુરમાં વર્લી ફીચરના આંકડા લખતો શખ્સ પકડાયો : અન્યની શોધખોળ : 10.310નો મુદ્દામાલ જપ્ત

0
47
meetarticle


જેતપુર સીટી પોલીસે વર્લી ફીચરના આંકડા લખતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રૂપિયા, આંકડા લખવાની ચિઠ્ઠી અને બોલપેન સહિત કુલ ₹10,310 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ કરવામાં આવી હતી.

રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર નાઓએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તીઓ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન એક ઇસમને વર્લી ફીયરના આંકડાઓ લખેલ ચીઠ્ઠી, તેમજ વર્લી ફીચરના આંકડાના વેપારની રોકડ રકમ રૂા.૧૦,૩૧૦ ના મુદામાલ સાજીદભાઈ બાદલભાઈ પઠાણ રહે. ચક્કી વારી શેરી હુશેની ચોક જગાવારા ચોરા જેતપુરને ઝડપી પુછપરછ કરતા અન્ય એકનું નામ આપ્યું હતું. નજીર ઉર્ફે નજરો ગનીભાઈ રફાઈ રહે. તકીયા વિસ્તાર જેતપુરની શોધખોળ હાથ ધરી છે. સાથે પકડાયેલ શખ્સ સામે જુગારધારા કલમ ૧૨(અ) મુજબનો ગુનોદાખલ કરી કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર તથા પો. સબ. ઇન્સ. જી.બી.જાડેજા તથા જે.પી.મલ્હોત્રા તથા પી.બી.મારૂ તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા તથા મીલનસિંહ ડોડીયા તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા પો લેન્સ બગીરથસિંહ જાડેજા તથા લખભા રહોડ તથા પ્રદિપભાઇ આગરીયા જોડાયા હતા.

REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here