સમગ્ર દેશભરના અનેક રાજ્યમાં એસ.આઈ.આર.ના મુદાના વિરોધ સ્વરૂપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી અને તંત્રને આવેદનપત્રનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે જોડિયા સહિત તાલુકામાં લધુમતી સમાજ દ્વારા એસ.આઈ.આરના સંદર્ભમાં મતદાર યાદી સુધારવાના કાર્યક્રમ અંતર્ગત પોતાના લોકોના નામ કમી થતાં સ્થાનિક તંત્ર સામે વિરોધ થઈ રહ્યો છે.

જોડિયાના મુસ્લિમ સમાજના આગેવાનોએ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઇ રાઠોડની આગેવાનીમાં તાજેતરમાં જોડિયા ખાતે એસ.આઈ.આરના વિરોધ સ્વરૂપ રેલી યોજીને સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને મતદાર યાદીમાં નામ કમી કરવા બાબત વિરોધ નોંધાવ્યો છે.
પુનઃ મતદાર યાદી કાર્યકમ હેઠળ ભાજપા સરકારના ઈશારે બી.એલ.ઓ. દ્વારા જોડિયા મુસ્લિમ સમાજના 1200 જેટલા નામો કમી કરી નાખ્યા છે, તેવા આક્ષેપો સાથેનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

