ઝઘડિયા પોલીસે એક વર્ષથી વાહન અકસ્માતના (ફેટલ) ગુનામાં નાસતા ફરતા આરોપી સંજયભાઈ રમેશભાઈ મછારને ઝડપી પાડ્યો છે.
આરોપી સંજય મછાર, જે દાહોદ જિલ્લાના ઝાલોદનો રહેવાસી છે, ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટ (M.V. Act) હેઠળના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે તેની અટકાયત કરી છે.
ઝઘડિયા પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

