GUJARAT : ડાંગ જિલ્લા આહવા એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા કર્મીઓનું સન્માન, મેડિકલ ચેક અપ કેમ્પ તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાની સમજ આપવામાં આવી

0
39
meetarticle

સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા એસ.ટી ડેપો ખાતે આજરોજ વલસાડ વિભાગીય નિયામક શ્રી એસ.પી.માત્રોજા, તેમજ ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એચ. સરવૈયના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા કર્મીઓનું સન્માન, એસ.ટી કર્મીઓનો મેડીકલ ચેક અપ કેમ્પ તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાની માહિતી આપવામાં આવી હતી.

આહવા એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા કર્મીઓ તરીકે કાર્યરત તમામ કર્મીઓને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી તેઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવા માંથી આહવાના સંયોજક શ્રી વિજયભાઇ ગાવિત દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવાની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ એસ.ટી ડેપો ખાતે કાર્યરત ડ્રાઈવર અને કન્ડકટર વિગેરેનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીચંદભાઇ ભોયે, જિલ્લા સદસ્ય શ્રીમતી નિલમબેન ચૌધરી, શ્રીમતી બિબિબેન ચોધરી, તાલુકા સદસ્ય શ્રી દિપકભાઇ પિંપળે, આહવા એસ.ટી ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર, આહવા પોલીસ વિભાગના પી.આઇ શ્રી મહેશભાઇ ઢોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here