GUJARAT : ડાંગ જિલ્લામાં પરંપરાગત ડોંગરદેવના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

0
49
meetarticle

ડોગર દેવ નો તહેવાર ડિસેમ્બર મહિનામાં યોજાય છે, જેને ડાંગમાં ‘દેવનો મહિનો’ તરીકે ઓળખવામાં આવે છે. સુબીર તાલુકાના કન્સરિયા ગઢ ખાતે પૂનમના દિવસે એક વિશાળ મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભક્તજનોએ ભાગ લીધો હતો.

આદિવાસીઓ ખેતીની કાપણી બાદ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ‘બરક્ત’ (પૂરતું અન્ન-પાણી) જળવાઈ રહે તે માટે ડોંગરદેવની સ્થાપના કરે છે. આ પરંપરાગત ઉજવણીની શરૂઆતમાં, પ્રથમ દેવની સ્થાપના ગામમાં કરવામાં આવે છે.

આઠ દિવસની તપશ્વર્યા: દેવમાં સામેલ યુવાનો અને પુરુષો આઠ દિવસ સુધી દેવના સ્થળે ઊંઘે છે, ઘરનું જમતા નથી, કે પત્ની પાસે પણ ઊંઘતા નથી.

ગામમાં ભ્રમણ: આઠ દિવસ દરમિયાન ‘દેવ’ કહેવાતા આખા ‘ફડ’ (ટીમ)ના સભ્યો પાવરી તથા ટાપરા વાધ્યોના તાલે નાચીને ઘરે-ઘરેથી અનાજ, કઠોળ અને અન્ય સામગ્રી એકઠી કરે છે.

ગઢ તરફ પ્રયાણ: આઠ દિવસની તપસ્યા બાદ, આ તમામ ‘દેવો’ પોતપોતાના ગામથી માનતા રાખેલ ગઢ (જેમ કે કનસર્યાગઢ, કવડ્યાગઢ, રૂપગઢ) પર મરઘા, બકરા સાથે જાય છે.

ગઢ પર વિવિધ ગામોથી આવેલા ‘દેવોના ફડ’ વારાફરતી પારંપારિક નાચગાન સાથે પોતાનું પ્રદર્શન કરે છે, જેમાં પાવરકર, ટાપરા અને નિશાનકરનો સમાવેશ થાય છે. આખી રાત ક્રમશઃ દરેક ગામોના ભગતો પોતાની વિદ્યા બોલીને ગઢના દેવને રીઝવે છે, પૂજા કરે છે અને ત્યારબાદ મરઘા-બકરાની બલિ ચઢાવવામાં આવે છે.

આ પરંપરાગત રીત-રિવાજો ડાંગના આદિવાસી સમાજના જીવન સાથે વણાયેલા છે, જે ભલે આધુનિકતાના પ્રભાવ હેઠળ થોડા બદલાયા હોય, પરંતુ તેની વિશિષ્ટ ઉજવણી આજે પણ ડાંગની સંસ્કૃતિની અનોખી ઝલક આપે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here