ગુજરાત પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ બનાવેલ પબ્લીક ટ્રસ્ટ હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં અનેક ગેરરીતિ કેગ અહેવાલમાં સામે આવી છે. કેગ અહેવાલ મુજબ ગુજરાતના ૩૨ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ૧૬૦૮.૮ કરોડનું યોગદાન મળ્યું હતું તેમાંથી ૭૫૬.૬૨ કરોડ વપરાયાં છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા મેળવેલ ફંડને ૩૨ જીલ્લામાં ખનનથી સીધા અસરગ્રસ્ત ૨૧૦૩ ગામોમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ, પીવાના પાણી, મહિલા અને બાળ કલ્યાણ, વૃધ્ધ અને વિકલાંગોની કલ્યાણ માટે, સ્વચ્છતા, સ્કીલ ડેવલપમેન્ટ જેવા કામો માટે વાપરવાના હોય છે. કેગ મુજબ ડિસ્ટ્રિક્ટ મિનરલ પ્લાન દ્વારા ૭૫૬.૬૨ કરોડ રૂપિયાના એનુઅલ રિપોર્ટસ અને ઑડિટેડ એકાઉન્ટ્સ રિપોર્ટ જે નિયમ મુજબ વિધાનસભામાં મૂકવા જોઈએ તે વર્ષ ૨૦૧૬-૨૦૧૭ થી ૨૦૨૩-૨૦૨૪માં મુકાયાં નથી. ૭૫૬.૬૨ કરોડ હિસાબ ધારાસભ્યોથી કેમ છુપાવવામાં આવી રહ્યો છે? તેની પાછળ શું ષડયંત્ર છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ ૨૬,૬૬૭ માંથી ૪૬% પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી જ્યારે ૫૭૩૨ પ્રોજેક્ટ્સ (૨૧%) રદ્દ કરવામાં આવ્યા છે અને ૩૨૭૮ (૧૨%) શરૂ જ નથી થયા. ગેરકાયદેસર ખનનના દંડ રૂપે મળેલ એન્વાયરમેન્ટલ કોમ્પેન્સેશન ફંડમાં મળેલ ૮૪.૪૬ કરોડ માં થી ૮૩.૬૧ કરોડ વણવપરાયેલ પડ્યા રહ્યા છે.

કેગ દ્વારા ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાના મેહસાણા, સુરત, ભાવનગર,પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનને અભ્યાસના સેમ્પલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પાંચ જિલ્લામાં ૧૪૯ પ્રોજેક્ટ્સને ઓડિટ માટે પસંદ કરવા આવ્યા હતા. કેગના અવલોકનમાં ૧૪૯ પ્રોજેક્ટમાં અલગ અલગ ગેરરીતિ જોવા મળી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ક્ષતિ, એજન્સી નક્કી કરવાની પ્રક્રિયામાં ક્ષતિ, કામ પૂર્ણના થયા, અસરગ્રસ્ત વિસ્તાર બહાર પ્રોજેક્ટ્સનું અમલીકરણ, ખાનગી પરિબળોને લાભ, વધારાના રૂપિયાની ચૂકવણી કરવાના કિસ્સા સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં કુલ ૭.૯૮ કરોડ રૂપિયાનું કામ બારોબાર વગર ટેન્ડરે બારડોલીની વીર એન્ટરપ્રાઈઝ એજન્સીને પધરાવી દીધા.કોની ભલામણ હતી? શું આ ઘટના ભ્રષ્ટાચાર નું ઉદાહરણ નથી, સરકારે શું પગલા લીધા છે? કોઈ ફોજદારી ફરિયાદ થઈ ખરી? ૧૫૫.૭૯ લાખના ફિઝિકલ એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલેશનના કામ એક ખાનગી એજન્સીને વગર ટેન્ડરે પધરાવી દીધા, શું કોઈ પગલાં લેવાયા ખરા? પાંચ જિલ્લામાં ગેરરીતિ સામે આવી હોય ત્યારે ૨૭ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ના પ્રોજેક્ટો ની એસ.આઈ.ટી દ્વારા તપાસ થવી જોઈએ.
ગુજરાત રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સુધાર માટે માત્ર ૧.૮૬% રૂપિયા જ વપરાયા છે. જ્યારે ખનનથી સૌથી વધુ પર્યાવરણને નુકશાન થતું હોય ત્યાં પાંચ જિલ્લાના આંકલનમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં પર્યાવરણના સુધાર માટે ૨.૨૯% જ્યારે અન્ય ૪ જિલ્લામાં એક પણ રૂપિયો પર્યાવરણના સુધાર માટે વપરાયો નથી. પાંચ જિલ્લાની ૩૧૭૩ લીઝ પૈકી ૧૨૬૭ લીઝનું ૩૪.૧૯ કરોડનું ઉઘરાણું બાકી છે તો ગુજરાત રાજ્યના અન્ય ૨૭ જિલ્લામાં લેણું રકમ કેટલી હશે તે સૌથી મોટો સવાલ છે?
પાંચ જીલ્લાની કુલ લીઝ બાકી લેણુ હોય તેવી લીઝ કુલ રકમ
૩૧૭૩ ૧૨૬૭ ૩૪.૧૯ કરોડ
મહેસાણા ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા સુરત ગુજરાત
ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા કુલ વપરાયેલ ફંડની પર્યાવરણ સુધાર માટેની ટકાવારી ૦ ૦ ૦ ૦ ૨.૨૯ % ૧.૮૬ %
(ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા)
પ્રવક્તા,

