GUJARAT : ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની બોટલ સાથે આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ સી બી પોલીસ

0
38
meetarticle

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સુચના અનુસાર પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. . મનીષભાઈ કે.ખાંટની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોચ તપાસમાં રહેલ.


જે દરમ્યાન એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથસિંહ તથા આ.હે.કો. મહિપાલસિંહ ઉમેદસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ કે એક સિલ્વર કલરની મહેંદ્રા XUV 500 ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી નિકળી ડીટવાસ થઇ હાઇવે તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો ડીટવાસ પો.સ્ટે. નજીક ખાનગી વાહનોમાં વોચમાં રહેલ દરમ્યાન પુનાવાડા રોડ તરફથી બાતમી મુજબની મહેંદ્રા XUV 500 ગાડી આવતા સ્ટાફના માણસોએ રસ્તા પર વાહનોની આડાશ કરી મહેંદ્રા XUV 500 ગાડી રોકી લીધેલ તથા ગાડી ચાલક ઇસમને ઝડપી લીધેલ. બાદ સદર ગાડી પંચો રૂબરુ ચેક કરતા તેમાં ગાડીના અલગ અલગ ભાગોમાં કાપડના મોજામાં વિદેશી દારૂની બોટલો હોવાનુ જણાવી આવતા ગાડીને પોલીસ ડીટવાસ પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો નંગ ૧૯૦ કુલ રૂ. ૦૭,૦૯,૧૨૦/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂ. ૧૨,૧૪,૧૨૦/-નો મળી આવેલ જે અંગે ડીટવાસ પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

REPOTER : દિલીપભાઈ બારીઆ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here