ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં મંત્રી બન્યા છે. ધારાસભ્ય તરીકે તેમણે કરેલા કામોની નોંધ લઇને પક્ષે તેમને મંત્રી પદ આપ્યું છે
પ્રવિણ માળી 2022માં ડીસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા
ભાજપમાં સતત સક્રીય રહેલા પ્રવિણ માળી 2022માં ડીસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાના સ્થાને પ્રવિણ માળીને ટિકીટ આપી હતી

પ્રવિણ માળી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર
પ્રવિણ માળી પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર છે. તેમણે યુવા વયથી ડીસા ભાજપ સંગઠનમાં સક્રિય કામ કરેલું છે અને યુવાનોમાં લોકપ્રીયતા ધરાવે છે જેથી ભાજપે તેમના પર વિશ્વાસ મુકીને તેમને ટિકીટ આપી હતી. પ્રવિણ માળીએ ભાજપની સેંસ પ્રક્રિયામાં ભાગ પણ લીધો ન હતો અને તેમણે ટિકિટની માગણી પણ કરી ન હતી છતાં પક્ષે તેમને ટિકિટ આપી હતી.
2013થી 2016 દરમિયાન યુવા ભાજપના રાજ્ય સચિવ પણ રહી ચુક્યા છે
પ્રવિણ માળી 2013થી 2016 દરમિયાન યુવા ભાજપના રાજ્ય સચિવ પણ રહી ચુક્યા છે. તેઓ ઝડપી નિર્ણય શક્તિ ધરાવે છે . તેમણે ગેર્જયુએટ સુધી અભ્યાસ કરેલો છે તથા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે.
