GUJARAT : ડુંગરા પોલીસે નાગરિકોના ખોવાયેલા ₹૨.૮૦ લાખની કિંમતના ૧૫ મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કર્યા

0
34
meetarticle

વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય કરી નાગરિકોના ખોવાયેલા કે પડી ગયેલા ૧૫ જેટલા મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આશરે ₹૨,૮૦,૦૦૦/- ની કિંમતનો આ મુદ્દામાલ ગતરોજ વિધિવત રીતે તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.


​વિગત મુજબ, ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગુમ થયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોન અંગેની અરજીઓ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને જહેમતના અંતે પોલીસે અલગ-અલગ કંપનીના કુલ ૧૫ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, ગતરોજ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મૂળ માલિકોને તેમના ફોન પરત કરવામાં આવ્યા હતા. પોલીસના અથાગ પ્રયત્નોથી લોકોને પોતાની કિંમતી મિલકત અને ડેટા સુરક્ષિત રીતે પરત મળ્યાં હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here