વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડી, તેમની પાસેથી રિકવર કરેલો લાખોની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપ્યો છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ફરિયાદીને તેનો કિંમતી મુદ્દામાલ પરત કર્યો હતો.

વિગત મુજબ, ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબના ગુનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલી ૯ નંગ સોનાની લગડી (કિં. ₹૩,૪૦,૦૦૦/-), ૧ નંગ ચાંદીની લગડી (કિં. ₹૧૦,૮૦૦/-), બે કાંડા ઘડિયાળ (કિં. ₹૧૮,૦૦૦/-) અને રોકડ ₹૫,૦૦૦/- મળી કુલ ₹૩,૭૩,૮૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. આ તમામ કિંમતી સામાન ડુંગરી પોલીસ દ્વારા વિધિવત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.

