GUJARAT : તારાપુર ચોકડી નજીક સીંજીવાડા તરફથી પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

0
16
meetarticle

તારાપુર ચોકડી નજીક સીંજીવાડા તરફથી આવતી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે તારાપુર પોલીસે વોચ ગોઠવી પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારને રોકી તપાસ કરતા વિદેશી દારૂની ૩૬ બોટલ અને ૨૪ ટીન બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા હતા, જ્યારે એક શખ્સ ફરાર છે. જે મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

તારાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, સીંજીવાડા તરફથી એક કારમાં બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ આવી રહ્યાં છે. આ બાતમીના આધારે સીંજીવાડા-તારાપુર રોડ પર ડામર પ્લાન્ટ સામે પોલીસે કોર્ડન કરી કારને રોકી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ કરતાં ડેસબોર્ડ પર લાલ અક્ષરે અંગ્રેજીમાં પ્રેસ લખેલું હતું અને કારમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ અને ૨૪ ટીન બિયર મળી આવી હતી. પોલીસે કારમાં બેઠેલા બંને શખ્સોની ઓળખ રાજેશભાઈ ઉર્ફે રાજુ ચંદુભાઈ સોલંકી (ઉં.વ.૩૩, રહે. ફતેપુરા તળાવની પાળ પાસે, તા. તારાપુર, જી. આણંદ) એને જયદીપકુમાર ઉર્ફે લાલો બળવતસંગ ગોહેલ (ઉં.વ.૨૮, રહે. ફતેપુરા પરામા, તા. તારાપુર, જી. આણંદ) તરીકે થઈ હતી. પોલીસે કિંમત રૂપિયા ૨૦,૪૦૦નો દારૂ, આરોપીઓ પાસેથી બે મોબાઈલ, કાર સહિત કુલ રૂ. ૭૩,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂ ભલાડા ખાતે રહેતા અજીત ઉર્ફે દુધી પાસેથી છૂટક વેચાણ માટે લાવ્યાનું કબૂલ્યું હોવાનુ પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસએ પકડાયેલ બંને આરોપીઓ અને ફરાર અજીત ઉર્ફે દુધી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here